તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ભાડલાના ખડવાવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૪ પકડાયા

રાજકોટ તા.રઃ ભાડલા પોલીસે ખડવાવડી ગામની સીમમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને ઝડપી લીધા હતા.
ભાડલાના ખડવાવડી ગામની સીમ ભુતનાથ મહાદેવ વિસ્તારમાં આવેલ નદીના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમી મળતાખ ભાડલા પોલીસે રેઇડ કરી જુગાર રમતા વિનુભાઇ જેમાભાઇ બાવળીયા ધંધો.મજુરી રહે.મોણપર તા.ચોટીલા, રસીકભાઇ સગરામભાઇ બાવળીયા ધંધો.મજુરી રહે.મોણપર તા.ચોટીલા, બાબુભાઇ લખમણભાઇ ભુવા ધંધો.મજુરી રહે.રામળીયા તા.જસદણ તથા દીનેશભાઇ ગોરધનભાઇ જતાપરા ધંધો.મજુરી રહે.દેવપરા તા.જસદણને રોકડા રૂા. ૧૦,૭૫૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
