તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 25th July 2026
પશ્ચિમ કચ્છમાં ચોમાસાની એન્ટ્રી: ભુજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ : ખેડૂતો-માલધારીઓમાં ખુશી
વાદળછાયા વાતાવરણ વચ્ચે ભુજ, માધાપર, મિરઝાપરમાં ઝાપટા; ચોમાસાની શરૂઆતથી કૃષિ ક્ષેત્રે રાહત : આકાશમાં વાદળો ઘેરાતા વાતાવરણ ઠંડુ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૫ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોમાસાએ આખરે હાજરી પુરાવી છે. વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાતા વાતાવરણ ઠંડુ બન્યું હતું.
સવારના સમયથી ભુજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. ભુજ, માધાપર, મિરઝાપર સહિત આસપાસના ગામોમાં ઝરમર વરસાદ પડતા રસ્તા ભીના થયા હતા. હવામાનમાં ઠંડક પ્રસરી જતા લોકોને બફારામાંથી રાહત મળી છે.
પશ્ચિમ કચ્છમાં વરસાદની શરૂઆત થતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે વાવણીની તૈયારીમાં લાગી જશે. તેમજ પશુઓ માટે ઘાસચારાની ઉપલબ્ધતા વધશે તેવી આશા માલધારીઓએ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં જિલ્લાના કેટલાક ભાગોમાં વધુ વરસાદની શક્યતા છે. તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
