તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ચોમાસુ હજુ શ્રીલંકા આસપાસના વિસ્તારમાં જ સીમિતઃ કેરળમાં ૩૧ મે પહેલા મોન્સુન શરૂ થવાની શકયતા ઓછીઃગૌરવ રાણીંગા
એક UAC ગુજરાત-રાજસ્થાન ક્ષેત્રમાં બનશે તો જૂનના પ્રથમ વીકમાં ગુજરાતના થોડા વધુ વિસ્તારોને વરસાદનો લાભ : ચોમાસુ ૧ જુન કે તે પછી શરૂ થઇ શકેઃ ર૯ થી ર જૂન વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉતર ભારતને અસર કરશે

રાજકોટ તા. ર૭ :.. જુનાગઢના વિખ્યાત આગાહીકાર ગૌરવ રાણીંગાએ મોન્સૂન અંગે હાલ અરબી સમુદ્ર ઉપર અનુકૂળ પરિસ્થિતિ ન હોવાથી દક્ષિણ-પヘમિ ચોમાસાની અરબી સમુદ્ર શાખા ઉત્તર તરફ આગળ વધવામાં સંઘર્ષ કરી રહી છે. પરિણામે ચોમાસું હજુ શ્રીલંકા આસપાસના વિસ્તારમાં જ સીમિત રહ્યું છે.
સાથે જ, ચોમાસાની શિયર ઝોન પાસે બનતી UAC કે વોર્ટેક્સ સિસ્ટમ જે ઉતર તરફ આગળ વધી કેરળ માટે ચોમાસાનો રસ્તો ગોઠવવામાં મદદ કરે છે તે કેરળ તરફ ચોમાસું ધકેલવાના બદલે પヘુિમમાં અરબી સમુદ્ર તરફ ખસી રહી છે.
હાલના હવામાન મોડલ મુજબ કેરળમાં સત્તાવાર ચોમાસું ૩૧ મે પહેલાં શરૂ થવાની શકયતા ઓછી છે.
હાલના અંદાજ મુજબ
કેરળમાં ચોમાસું આશરે ૧ જૂન આસપાસ શરૂ થઈ શકે. ખૂબ અગાઉથી આપેલા એક અંદાજમાં આપણે કેરળ માટે ચોમાસાના આગમનની તારીખ ૧ થી ૪ જૂન આપી હતી, ત્યારબાદ હવામાન વિભાગ અને બીજી એજન્સીઓ દ્વારા કેરળમાં ચોમાસાનું આગમન વહેલું થવાની આગાહીઓ આવી ત્યારે પણ આપણે કેરળ માટે ૨૯-૩૦ મે કહ્યું હતું પણ હાલ હવે અગાઉ આપેલી તારીખ મુજબ જ થવા જઈ રહ્યું છે સિવાય કે હવામાન વિભાગ તેની આગાહી સાચી પાડવા ધરાર ઓનસેટ કરાવી દયે..!!
૨૯ મે થી ૨ જૂન દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં અસર કરી શકે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં અને ગાજવીજની શકયતા રહેશે. જેની વિગતવાર આગાહી હવે પછી આપવામાં આવશે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આનુષંગિક એક UAC ગુજરાત-રાજસ્થાન વિસ્તારમાં બને તેવી થોડી સંભાવના રહેલી છે જો એવું થશે તો જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના થોડા વધુ વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે અને આ શ્ખ્ઘ્ તે ચોમાસાના પવનોને ઉત્તર તરફ ઝડપથી ખેંચવામાં મદદરૂપ બની શકે છે.
મે એન્ડ અને જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની શકે જે ઉતર તરફ આગળ વધે તો ચોમાસાની અરબ સાગરની પાંખ મજબૂત થવામાં મદદ મળી શકે.
આવી સ્થિતિમાં મુંબઈમાં ચોમાસું આશરે ૯ જૂન આસપાસ પહોંચવાનો અગાઉનો અંદાજ હજુ યથાવત રહી શકે છે.
ગુજરાતમાં ચોમાસાના આગમન માટે હજુ અગાઉ આપેલી તારીખો યથાવત છે.
હજુ પણ સ્થિતિમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે, હાલ માટે પરિસ્થિતિ “Wait & Watch” જેવી છે અને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પ્રમાણે આ અંદાજમાં ફેરફાર થઈ શકે છે. (વેધર : બાય ગૌરવ રાણીંગા)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
