<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

ધોરાજી પંથકમાં ખેડૂતો માટે ચોમાસું ચિંતાનું કારણ:શરૂઆતમાં 9 ઇંચ વરસાદ ખાબકતા પાક ધોવાણની ભીતિ હવે મેઘરાજા રીસાતા સંકટના વાદળો ઘેરાયા

ખેડૂતોનું કહેવું છે કે જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે.

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો માટે ચોમાસું ચિંતાનું કારણ બન્યું છે. શરૂઆતમાં ભારે વરસાદ બાદ ખેડૂતોને સારા પાકની આશા જાગી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાક હવે સુકાવાની અણી પર પહોંચી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે.

ધોરાજી પંથકમાં ચોમાસાની શરૂઆતમાં એક જ દિવસમાં અંદાજે નવ ઇંચ વરસાદ વરસતા અનેક ખેતરોમાં ધોવાણ થયું હતું. જેના કારણે ખેડૂતોને ફરી એકવાર મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરીનો ખર્ચ કરીને વાવેતર કરવું પડ્યું હતું. પરંતુ હવે છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

(5:39 PM IST)