News of Tuesday, 28th July 2026
મોરબી ચાઇલ્ડ હેલ્પલાઇન- ૧૦૯૮ દ્વારા ૧૦ મહિનામાં ૫૫ કેસોમાં ત્વરિત કામગીરી હાથ ધરી બાળકોની સુરક્ષા સુનિヘતિ કરાઈ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૮: મોરબી જિલ્લામાં બાળકોના અધિકારોના રક્ષણ, સર્વાંગી વિકાસ અને સુરક્ષિત બાળપણને સુનિヘતિ કરતા સરકાર દ્વારા સંચાલિત ‘ચાઇલ્ડ હેલ્પલાઇન-૧૦૯૮' સતત પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ૦ થી ૧૮ વર્ષ સુધીના મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે ૨૪×૭ કાર્યરત આ ઇમરજન્સી સેવા બાળ શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન, ભિક્ષાવળત્તિ અને બાળ તસ્કરી જેવા ગંભીર પ્રશ્નો સામે રક્ષણ આપી બાળકો અને સરકારી યોજનાઓ વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરી રહી છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી હેઠળના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત મોરબી ચાઇલ્ડ હેલ્પલાઇનને સપ્ટેમ્બર-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૬ દરમિયાન કુલ ૫૫ કેસો ઙ્કાપ્ત થયા હતા. જેમાં ખોવાયેલા કે ત્યજી દેવાયેલા બાળકો અને બાળ લગ્ન અટકાવવા જેવા ૧૦ ગંભીર કેસ, કાઉન્સેલિંગ તથા શિક્ષણ ક્ષેત્રના ૪૩ સામાન્ય કોલ્સ અને ૨ માહિતીલક્ષી કોલ્સનો સમાવેશ થાય છે. આ તમામ કેસોમાં બાળકનું સુરક્ષિત રેસ્કયૂ, કાઉન્સેલિંગ, તબીબી સારવાર, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ રજૂઆત, શેલ્ટર હોમની વ્યવસ્થા તેમજ પરિવાર સાથે પુનઃમિલન જેવી મહત્વપૂર્ણ કાનૂની અને સામાજિક કાર્યવાહી ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી છે.
આ બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીયશપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માત્ર કેસોના નિવારણ સુધી સીમિત ન રહેતા, જનજાગળતિ ક્ષેત્રે પણ ચાઇલ્ડ હેલ્પલાઇને નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. શાળા અને આંગણવાડી કક્ષાના ૯૭ કાર્યક્રમો મારફતે ૧૨,૫૯૬ બાળકોને તથા ૧૫૮ જાહેર કાર્યક્રમો દ્વારા ૭,૨૯૯ નાગરિકો મળી કુલ ૨૫૫ સેશન્સ દ્વારા ૧૯,૮૯૫ લોકોને બાળ અધિકારો પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
