તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના 7 નવા હોદ્દેદારોની નિમણૂક.
યુવા, કિસાન, બક્ષીપંચ અને અનુસૂચિત જાતિ મોરચામાં હોદ્દેદારોને નવી જવાબદારીઓ સોંપાઈ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મોરચાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. 7 ઓક્ટોબર 2026 ના રોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના સાથે પરામર્શ કરીને યુવા મોરચા, કિસાન મોરચા, બક્ષીપંચ મોરચા અને અનુસૂચિત જાતિ મોરચામાં કુલ 7 હોદ્દેદારોની વરણી કરી છે. આ તમામ હોદ્દેદારોની જવાબદારી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.
નવા નિમાયેલા હોદ્દેદારો
દક્ષ નિકુંજભાઈ કોટક - મંત્રી, યુવા મોરચો
હરેશભાઈ મનસુખભાઈ મદ્રેસાણીયા - મંત્રી, યુવા મોરચો
વનરાજસિંહ નાગજીભાઈ ચૌહાણ - ઉપપ્રમુખ, કિસાન મોરચો
રમેશભાઈ સવજીભાઈ રાઠોડ - ઉપપ્રમુખ, કિસાન મોરચો
મેરાભાઈ કાળાભાઈ ધરજીયા - ઉપપ્રમુખ, બક્ષીપંચ મોરચો
દિનેશભાઈ જેઠાભાઈ પરમાર - ઉપપ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચો
નરશીભાઈ ગોકળભાઈ વોરા - મંત્રી, અનુસૂચિત જાતિ મોરચો
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
