<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખની અટકાયત

પોલીસે અટકાયત કરીને બી ડિવિઝન ખાતે તેઓને બેસાડી દઈને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ સાથો સાથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મુકેશ ગામીની પણ અટકાયત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી જિલ્લા યૂથકોંગ્રેસના પ્રમુખ દિલ્હીના જંતર મંતર ખાતે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જવા માટે મોરબીથી રવાના થઈ રહ્યા હતા તેવામાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે તેઓની કારને પોલીસ દ્વારા રોકી લેવામાં આવી હતી અને હાલમાં મોરબી જિલ્લા યૂથકોંગ્રેસનાં પ્રમુખની પોલીસે અટકાયત કરીને બી ડિવિઝન ખાતે તેઓને બેસાડી દઈને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. સાથો સાથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મુકેશ ગામીની પણ અટકાયત કરી હતી.

    દિલ્હી જંતર મંતર ખાતે આગામી તા 12 ના રોજ કોંગ્રેસ દ્વારા દેશના મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે જેમાં દેશના જુદા જુદા રાજ્ય, જિલ્લામ શહેર તથા ગામોમાંથી યુવાનો સહિતના કોંગ્રેસનાં આગેવાનો દિલ્હી તરફ જઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સૂરી પણ દિલ્હી જવા માટે થઈને રવાના થઈ રહ્યા હતા દરમિયાન મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી વસીમભાઈ મન્સૂરીની કારને રોકીને તેઓની અટકાયત કરવામાં આવે છે અને હાલમાં તેઓને દિલ્હી જતા રોકવામાં આવ્યા છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દેવામાં આવેલ છે

(5:27 PM IST)