હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વીજલાઈનના વિરોધ વચ્ચે મોરબીના ખેડૂતોની ગાંધીનગર દોડ : સત્યાગ્રહ છાવણીથી 20 પ્રતિનિધિઓ પહોંચ્યા પાટનગર
છેલ્લા ચાર-પાંચ મહિનાથી ચાલતી આ લડતના કાયમી નિરાકરણ માટે વાટાઘાટોના પરિણામ પર સૌની મીટ : નિર્ણયોની વિગતો રાજ્યભરના ખેડૂતો સમક્ષ જાહેર કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી, તા. ૧૬ : ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈન અને ટાવર ઉભા કરવાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી ચાલતી આ લડતના કાયમી નિરાકરણ માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીના ૨૦ ખેડૂત પ્રતિનિધિઓનું પ્રતિનિધિમંડળ આજે ઓચિંતા ગાંધીનગર દોડી ગયું હતું.
ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજલાઈનોના કારણે ખેતીના કામમાં થતું નુકસાન અને વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ છે. આ મુદ્દે તંત્ર સમક્ષ સીધી રજૂઆત કરવા અને ટેબલ ટોક દ્વારા ઉકેલ લાવવા ખેડૂતોએ સરકાર સમક્ષ બેઠક યોજી છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તમામ મુદ્દાઓ પર પારદર્શક રીતે સાંભળી યોગ્ય નિર્ણય કરે.
ગાંધીનગર પહોંચેલા પ્રતિનિધિમંડળમાં કમલસિંહ સોલંકી, પ્રકાશકુમાર ચૌધરી, હરિરામ પટેલ, દિનેશભાઈ ગઢવી, વિપુલભાઈ ભંડેરી, ઉસ્માનભાઈ માથકીયા, રાજુભાઈ અમૃતિયા, નરેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઈ વરમોરા, નેહુલભાઈ અમૃતિયા, માલદેભાઈ મોરવાડિયા, મહેશભાઈ મોરવાડિયા, મીતભાઈ પટેલ, હિતેશભાઈ સોનગ્રા, લલિતભાઈ, નિકેત પંચાસરા, નીતિન ફેફર, અનિલભાઈ વાઢેર અને હિરેન અઘારા સહિતના આગેવાનો જોડાયા હતા.
ખેડૂત પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સરકાર સાથે થયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણયોની સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં રાજ્યભરના ખેડૂતો સમક્ષ જાહેર કરવામાં આવશે. હાલ તમામની નજર આ વાટાઘાટોના પરિણામ પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
