તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
પ.બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપના વિજયને મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વધાવ્યો
“જનતાના આશીર્વાદ અને કાર્યકરોની મહેનતથી પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ભગવો લહેરાયો”: વિનોદ ચાવડા*

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.5 : પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપના ભવ્ય વિજયને મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જનતાના આશીર્વાદ અને કાર્યકરોની અથાગ મહેનત થકી પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ભગવો લહેરાયો છે.
સાંસદ ચાવડાએ કહ્યું કે, વર્તમાન ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. પશ્ચિમ બંગાળમાં વિજય સાથે જ કર્તવ્યનિષ્ઠ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પૂર્ણ થયો છે. બંગાળમાં અરાજકતા દૂર કરવા અને ઘુસણખોરોને હાંકી કાઢવા હવે કામ થશે.
તેમણે ઉમેર્યું કે, બંગાળના ચૂંટણી પ્રચારમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે રાત-દિવસ પ્રચાર કરી બંગાળની જનતાને વિશ્વાસ આપ્યો હતો કે બંગાળમાં હવે સુશાસન સ્થપાશે. વિકાસ અને શાંતિની રાજનીતિ અમલમાં આવશે.
આસામ અને પોંડિચેરીમાં ગત પાંચ વર્ષના સુશાસન અને અનેક લોકોપયોગી કાર્યો થયા છે. એટલે જનતાએ પોતાનું સમર્થન અને વિશ્વાસ વ્યક્ત કરી જીત અપાવી છે, તેમ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
