<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લીધો.

સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલા દારૂના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર હિતેશ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો ઝડપાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી બી ડિવિઝન પોલીસ મથકના દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચી લીધો હતો.મોરબી એલસીબી-પેરોલ ફર્લો સ્કવોડ પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલા દારૂના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા ભરવાડ (ઉ.વ.૨૭) (રહે.કુબેરટોકીઝ પાછળ ધાર ઉપર તા.જી.મોરબી મુળ રહે.ચીખલી તા.માળીયા(મીં)જી.મોરબી ) મળી આવતા તેની અટકાયત કરીને તરપાસના કામે બી ડિવીઝન પોલીસ હવાલે કર્યો હતો.

(11:27 PM IST)