તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમામ વોર્ડમાં જનજાગૃતિ અભિયાન યોજાયું.
નાગરિકોને ભીનો-સૂકો કચરો અલગ રાખવા, 4 ડસ્ટબિનના ઉપયોગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ટાળવા અંગે માર્ગદર્શન અપાયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં IEC (ઈન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન) એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શહેરને વધુ સ્વચ્છ તથા સુંદર બનાવવાનો છે.
આ જનજાગૃતિ અભિયાન દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા નાગરિકોને નીચે મુજબની મહત્વપૂર્ણ બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
* ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ વિશે સમજૂતી આપવામાં આવી.
* કચરાના યોગ્ય નિકાલ માટે 4 ડસ્ટબિનના ઉપયોગ અંગે માહિતગાર કરાયા.
* સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન વિશે સમજૂતી આપી તેના પર પ્રતિબંધ અંગે જાગૃત કરાયા.
* જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો.
સ્ત્રોતે જ કચરાનું વિભાજન કરવું અને તે અંગેની જનજાગૃતિ એ અસરકારક ઘન કચરા વ્યવસ્થાપન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તમામ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી મોરબી શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે સૌ નાગરિકો પોતાનો સહયોગ આપે તેવો અનુરોધ કરાયો છે
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
