News of Sunday, 23rd August 2026
મોરબી પોલીસના ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો.
તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન આરોપીને ઝડપી લેવાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા અને એ ડીવીઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા છયેક માસથી નાસ્તા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન આરોપી કમલસિંગ ઉર્ફે ભાયો કેલસિંગ અલાવ( રહે-એમ પી વાળો) છેલ્લા છયેક માસથી મોરબી તાલુકા પોલીસના ઘરફોડ ચોરી અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં નાસ્તો ફરતો હોવાથી મોરબી તાલુકા પોલીસે બરવાળા ગામના બસ સ્ટેસન નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
