તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી, રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની નિમણૂ.
બીનવિવાદસ્પદ અને બેદાગ છબી ધરાવતા હંસાબેન પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જીલ્લા કક્ષાથી પ્રદેશ કક્ષા સુધી સંગઠાત્મક વિવિધ નિમણૂકો કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ હંસાબેન પારેધીની ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
ભૂતપૂર્વ રાજકોટ જીલ્લા પંચાયતના અને પૂર્વ મોરબી જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે તેઓએ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીઓનું વહન કરવા સાથે જીલ્લાના અનેક વિકાસકામો કરી સફળતા પૂર્વક પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. બબ્બે વખતના જીલ્લા પ્રમુખના સમયમાં તેઓ બેદાગ અને વિવાદોથી દૂર રહ્યા છે.
ક્યારેય કોઈ બાબતે તેમના પર આંગળી ચિંધવામાં આવી નથી.
સ્વભાવે મૃદુ, ઓછાબોલા અને સીધાસાદા,નીર્રઅભિમાની હોવાની છબી ધરાવતા હંસાબેન પારેઘી પર મોરબી જીલ્લા ભાજપ પરિવાર તેમજ જ્ઞાતિ, સંગઠનો દ્વારા તેમના મો.નં. 96385 32305 પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
