તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો દ્વારા કાલે અન્ડર ૧૪ ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની પસંદગી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ :.. ગ્રામ્ય ક્રિકેટ એસો મોરબી દ્વારા તા. ૦૪-૧૧ ને બુધવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ સુધી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ફલોરા ૧૭ પાછળ, આઇકોન રેસીડેન્સી, એસપી રોડ મોરબી ખાતે અન્ડર ૧૪ ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
જે સિલેકશન પ્રોસેસમાં તા. ૦૧-૦૯-૨૦૧૨ થી ૩૧-૦૮-૨૦૧૪ કટ ઓફ ડેટ રાખવામાં આવી છે પસંદગી પ્રક્રિયામાં આવનાર ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટીશર્ટ તેમજ સ્પોર્ટ્સ સૂઝ અને પોતાની ક્રિકેટ કીટ સાથે આવવાનું રહેશે તે ઉપરાંત ૨ ફોટોગ્રાફ, એજ્યુકેશન આઈકાર્ડ, બર્થ સર્ટીફીકેટ, રેસીડેન્સ પ્રુફ, સ્કૂલ બોનાફાઈડ, છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ અને આધાર કાર્ડ સહિતના ઓરીજીનલ ડોકયુમેન્ટ સાથે લાવવાના રહેશે તેમજ સોફટ કોપીમાં લાવવાના રહેશે તેમજ મોરબી જીલ્લા બહારના ખેલાડીઓ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહિ તેમ કોચની યાદીમાં જણાવ્યું છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
