તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
મોરબી: તાલુકા સેવા સદન અને કોર્ટમાં ગ્રાઉન્ડમાં ગટરના ગંદા પાણી ઉભરાયા, કોર્ટ-સેવા સદન પરિસર પાણી પાણી.
નટરાજ ફાટક પાસે આવેલ ભૂગર્ભ ગટર ઉભરાઈ જતા ગટરના ગંદા પાણી કોર્ટ અને તાલુકા સેવા સદનના પરિસરમાં પહોંચી ગયા

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર અને જીલ્લામાંશનિવારની તોફાની બેટિંગ બાદ મેઘરાજાએ રવિવારે વિરામ લીધો હતો રવિવારે સવારથી બપોર સુધી ખાસ કઈ વરસાદ પડ્યો ના હતો પરંતુ સમસ્યાઓ એક બાદ એક સામે આવી રહી છે જેમાં મોરબીના તાલુકા સેવા સદન અને કોર્ટ પરિસરમાં ગટરની કુંડી ઉભરાતા ગંદા પાણી પરિસરમાં ઉભરાઈ ગયા હતા.
મોરબીના સામાકાંઠે આવેલ કોર્ટ પરિસર અને તાલુકા સેવા સદનમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ ગયા છે નટરાજ ફાટક પાસે આવેલ ભૂગર્ભ ગટર ઉભરાઈ જતા ગટરના ગંદા પાણી કોર્ટ અને તાલુકા સેવા સદનના પરિસરમાં પહોંચી ગયા હતા આજે રજાનો દિવસ હતો એટલે બંને કચેરી બંધ હોવાથી ખાસ કઈ મુશ્કેલી પડી ના હતી પરંતુ મોરબી મહાપાલિકા તંત્ર કેવી કામગીરી કરી રહ્યું છે તેનું ઉદાહરણ તો ઉભરાતી ગટર પૂરું પાડી જ રહ્યું છે જ્યાં જજ અને તાલુકાના અધિકારીઓ બેસતા હોય તે સ્થળે જ કામગીરી ના કરવામાં આવતી હોય તો શહેરમાં અન્ય સ્થળોએ સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
