તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
મોરબી તાલુકા પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલી એકને ઝડપી પાડ્યો.
ધરમપુર રોડ પરથી રૂપિયા 70,000 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ અને પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવિઝનની મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા અને વણઉકેલાયેલ ગુન્હાઓ શોધી કાઢવાની સુચના અન્વયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સફળ કામગીરી કરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ અને ટેકનીકલ માધ્યમથી મળેલી બાતમીના આધારે વાહન ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઈસમને મોરબી ધરમપુર રોડ સુરાપુરા દાદાના મંદિર પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવી છે.
પકડાયેલ આરોપી અલારખાભાઈ કાસમભાઈ કાણા (રહે. વનાળીયા, તા.જી. મોરબી) પાસેથી એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ, કિંમત રૂ. 70,000/-. કબ્જે કર્યું હતુ.
પોલીસ ઇન્સપેકટર એન.એસ. ઘેટીયા, પોલીસ સબ ઈન્સપેકટર સી.એસ.સોંદરવા, એ.એસ.આઈ. ફિરોજભાઈ સુમરા અને સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
