તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
મોરબી તાલુકા પોલીસ મથક દ્વારા શ્રમિકો અને કામદારો માટે નોંધણી કેમ્પ યોજાશે
તમામ ઔદ્યોગિક એકમો, કારખાના, ફેક્ટરી કે અન્ય કોઈપણ નાના-મોટા ધંધાદારી યુનિટમાં કામ ક૨તા પરપ્રાંતીય તેમજ ગુજરાતના તમામ શ્રમિકો અને અન્ય કામ કરતા માણસોની ફરજિયાત નોંધણી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આગામી તારીખ 17/11/2026 થી 21/11/2026 દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ નોંધણી કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા તમામ ઔદ્યોગિક એકમો, કારખાના, ફેક્ટરી કે અન્ય કોઈપણ નાના-મોટા ધંધાદારી યુનિટમાં કામ ક૨તા પરપ્રાંતીય તેમજ ગુજરાતના તમામ શ્રમિકો અને અન્ય કામ કરતા માણસોની ફરજિયાત નોંધણી કરવામાં આવશે.
આ નોંધણી પ્રક્રિયા માટે શ્રમિકોએ નીચે મુજબના જરૂરી દસ્તાવેજો સાથે લઈને આવવાનું રહેશે.
1. આધારકાર્ડ (ઓરિજનલ અને તેની એક ઝેરોક્ષ નકલ)
2. પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
3. ચાલુ મોબાઈલ નંબર
4. મૂળ વતનનું સરનામું / તેનો પુરાવો
5. હાલના રહેઠાણનું સરનામું
6. જે કારખાના/યુનિટમાં કામ કરતા હોય તેનું નામ અને માલિકનો મોબાઈલ નંબર
મોરબી તાલુકા પોલીસ દ્વારા તમામ કારખાનેદારો અને ઔદ્યોગિક એકમોના માલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ત્યાં કામ કરતા તમામ શ્રમિકોની આ નિયત સમયગાળા દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવે
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
