<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

મોરબીના વોર્ડ નં. 13 માં લીલાપર રોડનું સમારકામ પૂર્ણ, ખાડા પુરાતા વાહનચાલકોને રાહત.

કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાની રજૂઆત બાદ રસ્તાનું સમારકામ હાથ ધરાયુ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મરબી : મોરબીના વોર્ડ નં. 13 માં આવેલા લીલાપર રોડ પર લાંબા સમયથી પડેલા ખાડાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. રસ્તો સમથળ થતા સ્થાનિક રહિશો અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. 

લીલાપર રોડ પર છેલ્લા ઘણા સમયથી મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહેતો હતો, તેમજ વૃદ્ધો અને બાળકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યા અંગે વોર્ડ નં. 13 ના કોર્પોરેટર ભાવિકકુમાર ભરતભાઈ જારીયા દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી અને સ્થળ નિરીક્ષણ કરી કામગીરી કરાવવામાં આવી હતી. હાલ આ રસ્તા પરના ખાડા પુરીને સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રસ્તાની સ્થિતિ સુધરતા વિસ્તારના લોકો અને રાહદારીઓએ રાહત અનુભવી છે. આ અંગે કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ જણાવ્યું હતું કે, વોર્ડના નાગરિકોની સુવિધાના કામો કરવા એ અમારી ફરજ છે અને વોર્ડના બાકી રહેલા અન્ય કામો પણ આગામી સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવશે

(10:08 PM IST)