તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
મોરબી વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર જીગ્નેશ કૈલાએ સફાઈ કર્મચારીઓ સાથે કરી જન્મદિવસની ઉજવણી.
450 થી વધુ સફાઈ કર્મચારીઓને પુસ્તક અને સાડીની ભેટ તેમજ ભોજન કરાવીને જન્મદિવસને બનાવ્યો સાર્થક.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી વોર્ડ નંબર 3ના કોર્પોરેટર જીગ્નેશ કૈલાએ આજે પોતાના જન્મદિવસ નિમિત્તે એક પ્રેરણાદાયક ઉજવણી કરી છે. તેઓએ પોતાના જન્મદિવસે મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરો અને તમામ સફાઈ કર્મચારીઓ સહિતના સ્ટાફને વિશેષ ભોજન કરાવ્યું હતું. આ ખાસ પ્રસંગે તેઓએ 450 થી વધારે સફાઈ કર્મચારીઓને પુસ્તક અને સાડી ભેટમાં આપીને પોતાના જન્મદિવસની સમાજલક્ષી અને અનોખી રીતે ઉજવણી કરી હતી.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
