તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
મોરબીની હાલત નર્કથી પણ બદતર, ૫૨ કોર્પોરેટરો કયાં છે? : શહેર કોંગ્રેસ પ્રમુખના આકરા પ્રહાર
સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ, ઘરમાં પાણી ઘૂસ્યા : રાજીનામુ કમિશનરને આપવાનું હોય, એક કોર્પોરેટર કમલમમાં રાજીનામું આપવા પહોંચ્યાઃ વીસીપરામાં જઇ શકાતુ નથી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૭: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાની કામગીરી અને ભાજપના કોર્પોરેટરો પર આકરા ઙ્કહારો કર્યા છે. તેમણે એક વિડીયો સંદેશમાં જણાવ્યું છે કે છેલ્લા ૨ દિવસથી પડેલા મામૂલી વરસાદમાં મોરબી શહેરની હાલત નર્કથી પણ બદતર બની ગઈ છે. આવા સમયે ૫૨ કોર્પોરેટરો કયાં છે તેવો પણ તેમને સવાલ ઉઠાવ્યો છે.
પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ૫ વર્ષમાં મોરબી નગરપાલિકામાં ભાજપના ૫૨ કોર્પોરેટરો હતા અને ફરીથી મોરબીની જનતાએ ૫૨ કોર્પોરેટરો ચૂંટીને મોકલ્યા છે. આમ છતાં છેલ્લા ૨૦ વર્ષથી લાતી પ્લોટનો પ્રશ્ન એમનેમ ઉભો છે. વીસીપરામાં જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. પંચાસર રોડ, વાવડી રોડ અને સામાકાંઠે ઋષભનગરમાં ઋષિકેશ વિદ્યાલય પાસે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખે સવાલ ઉઠાવ્યો હતો કે ઙ્કજા પર મુશ્કેલી આવી છે ત્યારે અત્યારે આ કોર્પોરેટરો કયાં છે? રવાપર ચોકડી વિસ્તારની મહિલાઓને ધારાસભ્યના કાર્યાલયે થાળી અને વેલણ લઈને વિરોધ કરવા જવું પડે છે. મેયર જે વિસ્તારમાંથી ચૂંટાય છે તે લાતી પ્લોટની હાલત અત્યંત દયનીય હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
વોર્ડ નંબર ૨ ના ભાજપના એક કોર્પોરેટરે કમલમ ખાતે રાજીનામું આપ્યું હોવાના સમાચાર અંગે કટાક્ષ ક૨તા તેમણે કહ્યું કે રાજીનામું કમિશનર કે મહાનગરપાલિકા કચેરીએ આપવાનું હોય, કમલમમાં નહીં. આ માત્ર આવનારા દિવસોમાં બનનારી નવી કમિટીઓમાં મલાઈદાર હોદ્દા મેળવવા માટેની પ્રેશર ટેકનિક હોવાનું લાગી રહ્યું છે.
અંતમાં તેમણે મોરબી મહાગરપાલિકાના તમામ કોર્પોરેટરોને વિનંતી કરી હતી કે તેઓ પોતાના વિસ્તારમાં રહે. પ્રી-મોન્સૂન કામગીરી થઈ નથી, સ્ટોર્મ વોટર લાઈન નંખાઈ નથી અને દબાણો દૂર થયા નથી જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. જો સત્તાધીશોને ખબર ન પડતી હોય તો વિપક્ષ તરીકે કોંગ્રેસ તેમને બતાવવા તૈયાર છે કે રાજાશાહી વખતના કયા વોંકળા બંધ છે અને કયાં દબાણો થયેલા છે. તેમણે અપીલ કરી હતી કે કોર્પોરેટરો મોરબીની ઙ્કજા સાથે રહે તો જ શહેરનો ૧૦૦ ટકા સારો વિકાસ થશે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
