તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં મોરબીની પ્રખ્યાત ગરબા મંડળીએ પોતાની આગવી કલાથી સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા.
પ્રખ્યાત મંડળી આદિકલા કેન્દ્ર ગૃપ દ્વારા ગરબા તેમજ સૂપડા રાસની અદ્ભૂત પ્રસ્તુતિ આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિશ્વ પ્રસિદ્ધ ત્રી નેત્રેશ્વર મહાદેવ- તરણેતરના મેળામાં ગુજરાત પ્રવાસ નિગમ તેમજ સુરેન્દ્રનગર પંચાયત દ્વારા પ્રાચીન રાસ-ગરબાના વર્ષોથી કાર્યક્રમ કરવામા આવે છે. જેમાં મોરબીની પ્રખ્યાત મંડળી આદિકલા કેન્દ્ર ગૃપ દ્વારા ગરબા તેમજ સૂપડા રાસની અદ્ભૂત પ્રસ્તુતિ આપી હતી જેના કોરીયોગ્રાફર રવિરાજ પી. પૈજા હતા.
ગુજરાત પ્રવાસ નિગમ, મંત્રી, કમિશનર, પંચાયત વિભાગ તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓને પોતાની આગવી કલાથી મંત્રમુગ્ધ કરી દીધા જે સમગ્ર મોરબી અને સૌરાષ્ટ્રનુ ગૌરવ વધારેલ છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
