તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
મોરબીનો મચ્છુ-૩ ડેમ સંપૂર્ણ ભરાતાં ૧૩ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા : ૧.૦૮ લાખ ક્યુસેક પાણી છોડાયું
ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં દરવાજા ખોલાયા : મોરબી અને માળિયા તાલુકાના ૨૧ ગામોને હાઈ એલર્ટ કરાયા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબીનો મચ્છુ-૩ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને પગલે ડેમના દરવાજા સવારથી ખોલવામાં આવ્યા છે, જેમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા મચ્છુ-૩ ડેમના ૧૩ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ૧,૦૮,૮૧૦ ક્યુસેક ઇનફ્લો સામે ૧,૦૮,૮૧૦ ક્યુસેક આઉટફ્લો જાળવી રાખવામાં આવ્યો છે.
ડેમના દરવાજા ખોલવામાં આવતાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા એમ ૧૩ ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવદરકા, માળિયા, હરીપર અને ફતેપર સહિત ૮ ગામો મળીને કુલ ૨૧ ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
