તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા સતત 9મા વર્ષે કચ્છ બોર્ડર પર સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી
બોર્ડર પર આવેલ હનુમાન મંદિર ખાતે વૈદિક યજ્ઞ પણ કરાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબીમાં શિક્ષણની સાથે સાથે તહેવારોની વિશિષ્ટ ઉજવણી માટે જાણીતી પી.જી. પટેલ કોલેજ દ્વારા પ્રમુખ દેવકરણભાઈની પ્રેરણાથી અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની આગેવાનીમાં સતત 9મા વર્ષે દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત આર્મી અને BSF ના જવાનોને મીઠાઈ વિતરણ કરીને કરવામાં આવી હતી.
છેલ્લા 8 વર્ષોથી આ વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે 500 કિલોથી વધુ શુદ્ધ ઘીની મીઠાઈઓનું વિતરણ કરીને Indian Army તથા BSF ના જવાનો સાથે પારિવારિક ભાવનાથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે ગૌરીદળની પ્રખ્યાત સીતારામ ડેરી તરફથી વિશેષ સાથ-સહકાર મળે છે, જે અંતર્ગત મીઠાઈ માટેના લેમિનેટેડ બોક્સ પૂરા પાડવામાં આવે છે.
આ ઉજવણીમાં પી.જી. પટેલ કોલેજના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ, HDFC Bank ના બ્રાન્ચ મેનેજર નૈમિષ ભટ્ટ, સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લ તથા પ્રમોદસિંહ રાણા, સજ્જનપર પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા, પોલીસ લાઈન તાલુકા શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ, માવનુગામ પ્રાથમિક શાળાના શિક્ષક મહિપાલસિંહ જાડેજા, અગ્રણી તબીબ ડો. પરિક્ષિત જોબનપુત્રા, બિઝનેસમેન ચેતનભાઈ ભાનુશાળી, ચંદ્રેશભાઇ રાવલ, મયુર કક્કડ, પોપ્યુલર એજન્સીના ભૂમિત દફતરી તેમજ કોલેજના વિદ્યાર્થીઓ શ્યામ ચાવડા, જીત નિમાવત, યશ વૈષ્ણવ, સ્તવન જોબનપુત્રા, સ્મિતરાજ સિંહ રાણા, દ્વિજ જાડેજા અને દેવર્ષ ભટ્ટ જોડાયા હતા.
આજરોજ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લનો જન્મદિવસ હોવાથી ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ હનુમાન મંદિર ખાતે વૈદિક યજ્ઞ દ્વારા આ મહાપર્વની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં તમામ લોકોએ વૈદિક યજ્ઞનો લાભ લીધો હતો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જોડાયેલ તમામ મહાનુભાવો, મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારી મિત્રો, અંગત મિત્ર વર્તુળ તેમજ કોલેજના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી દર વર્ષે ખૂબ જ સાથ-સહકાર મળી રહ્યો છે. તેમ કોલેજની યાદીમાં જણાવાયું છે
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
