તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
ખંભાળિયા શહેરમાં રખડતા પશુના કારણે વધુ એક અકસ્માત: રિક્ષાને નુકસાન પહોંચ્યું,
PGVCL કચેરી સામે ખાતર ભરેલી રિક્ષા સામે અચાનક પશુ આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગમાવ્યો

ખંભાળિયા શહેરમાં રખડતા પશુના કારણે વધુ એક અકસ્માત સર્જાયો. PGVCL કચેરી સામે ખાતર ભરેલી રિક્ષા સામે અચાનક પશુ આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો
જો કે ચાલકની સમયસૂચકતા અને સાવચેતીના કારણે પશુનો જીવ બચી ગયો. અકસ્માતમાં રિક્ષાને નુકસાન પહોંચ્યું, સાથે રોડ પરની લોખંડની જાળીવાળા ડિવાઈડરને પણ નુકસાન થયું હતું . સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, રિક્ષા ચાલક પણ સલામત છે. શહેરમાં વધતા રખડતા પશુઓના ત્રાસ સામે પાલિકા તંત્રની કામગીરી અંગે ફરી પ્રશ્નો ઉઠ્યા છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
