<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ગોંડલમાં ટ્રાફીકને અડચણરૂપ ફ્રુટની રેકડી ઉભી રાખનાર સામે ગુન્‍હો દાખલ કરાયો

ગુંદાળા દરવાજા, માંડવી ચોક, જેલ ચોક અને બસ સ્‍ટેશન પાસે ટ્રાફીકને નડતરરૂપ રેકડીધારકો સામે કાર્યવાહીની લોકોમાં માંગ ઉઠી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૪ : ગોંડલમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્‍યા વધી રહી છે ત્‍યારે પોલીસ એકલ દોકલ કેસ કરી સંતોષ માની ના લે અને રોજિંદા પેટ્રોલિંગમાં નીકળી શહેરના વિવિધ વિસ્‍તારોમાં અડચણ રૂપ દબાણો દૂર કરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ ઉદયભાઈ ભાભલુભાઈ ધાધલે  બુધવારે ટ્રાફિક કામગીરી દરમિયાન એક ઈસમ સામે ગુનો નોંધ્‍યો છે. તારીખ ૦૩/૦૬/૨૦૨૬ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્‍યાની આસપાસ ગોંડલની મોવિયા ચોકડી પાસે એક ફ્રુટની રેકડી રોડ પર ભયજનક રીતે ઉભી રાખવામાં આવી હોવાનું પોલીસને જણાયું હતું. આ રેકડીના કારણે જાહેર માર્ગ પર આવતા-જતા વાહનો તેમજ રાહદારીઓને ટ્રાફિકમાં ભારે અડચણ ઉભી થતી હતી. પોલીસે સ્‍થળ પર પહોંચી પંચોની રૂબરૂમાં ફ્રુટની રેકડીવાળા ગોપાલભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ. ૪૯, રહે. ભગવતપરા, નાગદેવતાના મંદિર પાસે, ગોંડલ) વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૨૮૫ મુજબ ગુનો નોંધ્‍યો છે.

આ ગુનામાં સાત વર્ષથી નીચેની સજાની જોગવાઈ હોવાથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જોકે, બી.એન.એસ. કલમ ૩૫ (૩) (૬) મુજબ આરોપીને ચાર્જશીટ સમયે કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર એક વ્‍યક્‍તિ સામે ગુન્‍હો નોંધી પોલીસ સંતોષ માની ન લે તેવી લોકોમાં માંગ ઉઠી છે.(

(11:38 AM IST)