તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
જામનગરમાં વધુ એક હત્યાથી ચકચારઃ શેતાવાડ વિસ્તારમાં ૬૪ વર્ષીય વૃદ્ધની હત્યા

જામનગર: અહીંના શેતાવાડ વિસ્તારમાં મોડી રાત્રે હત્યાના વધુ એક બનાવથી અરેરાટી ફેલાઈ છે. ઇબ્રાહિમ સિદ્દીકભાઈ ચાકી નામના ૬૪ વર્ષીય વૃદ્ધની હત્યા થયાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
હત્યાનું ચોક્કસ કારણ જાણવા તેમજ હત્યારા કે આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
