તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
સુરેન્દ્રનગરના કુંતાપાર્ક વિસ્તારમાં ૧૦થી વધૂ ભૂંડના ટપોટપ મોત
મહાનગરપાલિકા દ્વારા મૃતદેહ ઉપાડવામાં ના આવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત

વઢવાણ, તા. રરઃ સમગ્ર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રખડતા ભૂંડના સતત મોત નિપજી રહ્યા છે અને ભૂંડમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાના કારણે રોજના સરેરાશ ૧૦૦ થી વધુ ભૂંડના શહેરી વિસ્તારમાં મોત થઈ રહ્યા છે અને આ પ્રકારની ફરિયાદો સેનિટેશન વિભાગને મળી રહી છે ત્યારે હાલના તબક્કામાં મળતક ભૂંડ ઉપાડવા માટેની પૂરતી વ્યવસ્થા નથી એક સાથે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના કારણે જૂની ટીમો છે તે પણ પહોંચી શકે અને મળત ભૂંડના મળતદેહો તમામ વિચારોમાંથી ઉપાડી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી.
જેને લઈને ફેરી મોહલ્લાઓમાં ભૂંડના મળતદેહો પડ્યા રહે છે અને દુર્ગંધ પ્રસરી રહી છે જેને લઇને હવે રોગચાળો ફાટી નીકળવાની દહેસત સર્જાઈ છે ત્યારે કુંતા પાર્ક વિસ્તારમાં ૧૦ થી વધુ ભૂંડના એક સાથે મોત નીપજવા પામ્યા છે આ અંગે ફરિયાદ વિભાગમાં ભૂંડ ઉપાડવા મુદ્દે ફરિયાદો લખાવવા માં આવી અને અધિકારીઓને પણ આ મુદ્દે જાણ કરવામાં આવી તે છતાં પણ ભૂંડના મળતદેહો ઉપાડવામાં ન આવતા હવે દુર્ગંધ પ્રસરી રહી છે.
આ વિસ્તારમાં મળત ભૂંડ ઉપાડી લઇ અને દવા છટકાવ અને અન્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
