<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ગુજરાતમાં ૪ મહિનામાં ૧૩ હજારથી વધુ લોકોના અકસ્‍માતોમાં જીવ ગયા

પોરબંદર જિલ્લા રેડક્રોસ સોસાયટી પ્રમુખ રામદેવભાઇ મોઢવાડિયાએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવવામાં સાવચેતી રાખવા અપીલ રાજકોટ, પોરબંદર, અમદાવાદ, સુરત અને વડોદરામાં વાહન અકસ્‍માતોના સૌથી વધુ કેસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૭,  ગુજરાત રાજ્‍યમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રોડ અકસ્‍માતોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.જાન્‍યુઆરીથી એપ્રિલ સુધીના ચાર મહિનામાં જ ૧૩ હજારથી વધુ લોકોના મોત નોંધાયા છે, જે એક ગંભીર ચિંતા વિષય બની ગયો છે.રાજ્‍યના મોટા શહેરો ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત પોરબંદરમાં અકસ્‍માતોની સંખ્‍યા વધુ જોવા મળી રહી છે.આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને પોરબંદર ની ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અને ગુજરાત રાજ્‍યની ડિઝાસ્‍ટર કમિટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

 ગુજરાતના મુખ્‍ય શહેરોમાં અકસ્‍માતોની સંખ્‍યા સૌથી વધુ નોંધાઈ છે.અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે,જ્‍યારે સુરત અને વડોદરા પણ પાછળ નથી.રાજકોટ તથા પોરબંદરમાં પણ અકસ્‍માતોની સંખ્‍યા ચિંતાજનક છે.આ શહેરોમાં વધતી વસ્‍તી, ભારે ટ્રાફિક અને ઝડપી જીવનશૈલી અકસ્‍માતોના મુખ્‍ય કારણો બની રહ્યા છે.

રોડ અકસ્‍માતોમાં વધારો થવાના ઘણા કારણો છે, જેમાંથી મુખ્‍ય કારણો, બેદરકારીભર્યું ડ્રાઈવિંગ ઝડપથી વાહન ચલાવવું, ઓવરટેકિંગમાં બેદરકારી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન મુખ્‍ય કારણ છે. ડ્રાઈવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરવો એક મોટું જોખમ છે, જે અકસ્‍માતોને આમંત્રિત કરે છે.ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘનમાં સિગ્નલ તોડવું, હેલ્‍મેટ કે સીટબેલ્‍ટનો ઉપયોગ ન કરવો જેવી બાબતો પણ અકસ્‍માતોમાં વધારો કરે છે.

અકસ્‍માતો માત્ર મળત્‍યુ જ નહીં પરંતુ ગંભીર ઈજાઓનું પણ કારણ બને છે.ઘણા લોકો જીવનભર માટે અપંગ બની જાય છે. હોસ્‍પિટલો પર ભાર વધે છે અને પરિવાર પર આર્થિક અને માનસિક અસર પડે છે. અકસ્‍મતોના કારણે અનેક પરિવારો તૂટી જાય છે.પરિવારનો કમાઉ સભ્‍ય ગુમાવતા આખો પરિવાર મુશ્‍કેલીમાં મુકાઈ જાય છે. બાળકોનું ભવિષ્‍ય અંધકારમય બની જાય છે.

સરકાર દ્વારા ટ્રાફિક નિયમો કડક બનાવવામાં આવ્‍યા છે અને દંડની રકમમાં વધારો કરવામાં આવ્‍યો છે.ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ પણ વધારવામાં આવ્‍યું છે,પરંતુ લોકોમાં જાગળતિનો અભાવ હજુ પણ જોવા મળે છે. રોડ સેફ્‌ટી માટે લોકોમાં જાગળતિ લાવવી અત્‍યંત જરૂરી છે. શાળાઓ, કોલેજો અને સામાજિક સંસ્‍થાઓ દ્વારા જાગળતિ કાર્યક્રમો યોજવા જોઈએ.તેવી રામદેવભાઈ મોઢવાડિયાએ અપીલ કરી છે.ઇ

 રેડક્રોસ ની ડિઝાસ્‍ટર કમિટીના ચેરમેન તથા પોરબંદર સોસાયટી જિલ્લા શાખા ના ચેરમેન એવા હેલ્‍થ એન્‍ડ એજ્‍યુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ લોકોને અપીલ કરતાં જણાવ્‍યું છે કે રોડ અકસ્‍માતો અટકાવવા માટે દરેક વ્‍યક્‍તિએ પોતાની જવાબદારી સમજવી જરૂરી છે. તેમણે જણાવ્‍યું કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું, સાવચેતીપૂર્વક વાહન ચલાવવું અને બેદરકારી ટાળવી એ દરેક નાગરિકની ફરજ છે.

વાહન અકસ્‍માતો ઘટાડવા માટે રામદેવભાઈ મોઢવાડિયાએ મહત્‍વના સુચનો કર્યા છે જેમાં,બાઈકચાલકો માટે હેલ્‍મેટ અને કાર ચાલકો માટે સીટબેલ્‍ટ ફરજીયાત બનાવવું જોઈએ.ઝડપ મર્યાદાનું પાલન કરવું જરૂરી છે.સિગ્નલ અને અન્‍ય નિયમોનું કડક પાલન કરવું જોઈએ.ડ્રાઈવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ ન કરવો જોઈએ.

ગુજરાતમાં વધતા રોડ અકસ્‍માતો એક ગંભીર સમસ્‍યા બની ગઈ છે. આ સમસ્‍યાનો ઉકેલ માત્ર સરકાર કે તંત્ર નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે.જો દરેક વ્‍યક્‍તિ પોતાની ફરજ નિભાવશે અને ટ્રાફિક નિયમોનું પાલન કરશે, તો અકસ્‍માતોની સંખ્‍યા ઘટાડવામાં ચોક્કસ સફળતા મળશે.આ માટે જાગળતિ, જવાબદારી અને સંયમ જરૂરી છે. જીવન અમૂલ્‍ય છે તેને સુરક્ષિત રાખવું આપણા હાથમાં છે.તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતુ.

(11:54 AM IST)