તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 20th April 2026
જામનગરમાં પરશુરામ શોભાયાત્રામાં વેશભૂષા ધારણ કરનાર ૧૫૦થી વધુ બાળકોને પ્રોત્સાહિત કરાયા
પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને સી.વી.ઠાકર બુકસેલર પરિવાર દ્વારા ૧૫ વર્ષથી ચાલતી પરંપરા: ધાર્મિક-દેશભક્ત પાત્રોના વેશમાં બાળકોને ભેટ આપી સન્માનિત કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૦ : જામનગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ પ્રસંગે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં ધાર્મિક અને દેશભક્ત વેશભૂષા ધારણ કરનાર ૧૫૦થી વધુ બાળકોને આગેવાનો દ્વારા ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સી.વી.ઠાકર બુકસેલર્સ પરિવાર અને વોર્ડ નંબર બે અને પાંચના પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા છેલ્લા ૧૫ કરતાં પણ વધારે વર્ષોથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર જિલ્લા-શહેર દ્વારા પરશુરામ જન્મોત્સવ પર ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ભાગ લેનાર બાળકોએ મહારાણા પ્રતાપ, શહીદ ભગતસિંહ, ગાંધીજી, રાણી લક્ષ્મીબાઈ તેમજ ધાર્મિક પાત્રો ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન પરશુરામ અને નવદુર્ગા વિગેરે વેશભૂષા ધારણ કરી હતી.
આ પ્રસંગે સી.વી. ઠાકર બુકસેલરના પ્રફુલ્લભાઈ ઠાકર, વાંસતીબેન ઠાકર, પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ આશિષ જોષી, મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, શહેર પ્રમુખ હિરેન કનેયા, મહામંત્રી જસમીન ધોળકિયા, કારોબારી સદસ્ય નયનભાઈ વ્યાસ, રૂપેશ કેવલિયા, કો-ટ્રસ્ટી નિલેશભાઈ ઓઝા, જાણીતા એન્કર લલિતભાઈ જોષી, નિલેશભાઈ ત્રિવેદી, શોભાયાત્રાના કન્વીનર મનીષાબેન સુમ્બડ, સહ કન્વીનર વૈશાલી જોષી, જાગૃતિબેન ત્રિવેદી, મીનાબેન જ્યોતિષી વિગેરે હસ્તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
