તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
પોરબંદર જિલ્લાની ૨૫ હજારથી વધુ બહેનોને ગંગા સ્વરૂપા યોજનાથી મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં મહિલા સશક્તિકરણને મળી રહ્યો છે મક્કમ નિર્ધાર : જિલ્લામાં ગંગા સ્વરૂપા યોજના હેઠળ આશરે ૨૫ હજાર બહેનોને DBT દ્વારા માસિક રૂ. ૩ કરોડ ૧૨ લાખથી વધુની સહાય ચૂકવાઈ રહી છેઃ જીવનના કપરા સમયમાં બહેનોને સામાજિક અને માનસિક પીઠબળ પૂરી પાડતી રાજ્ય સરકારઃ જિલ્લા વહીવટી તંત્રના સક્રિય સહયોગથી છેવાડાના ગામડાઓ સુધી સરળતાથી પહોંચી રહી છે સહાય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩૦: ગુજરાત સરકાર હંમેશા સમાજના છેવાડાના માનવીના ઉત્થાન અને સર્વાંગી કલ્યાણ માટે કટિબદ્ધ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કુશળ, દુરંદેશી અને સંવેદનશીલ નેતળત્વ હેઠળ રાજ્ય સરકાર મહિલાઓના આત્મસન્માન, સુરક્ષા અને સ્વાવલંબનને સર્વોચ્ચ અગ્રતા આપી રહી છે. આ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના' (વિધવા સહાય યોજના) છે, જેના દ્વારા નિરાધાર બહેનોને સન્માનભેર જીવન જીવવા માટે આર્થિક આધાર મળી રહ્યો છે.
પોરબંદર જિલ્લામાં અંદાજે ૨૫ હજાર જેટલી ગંગા સ્વરૂપા બહેનો આ યોજનાનો લાભ મેળવી રહી છે. જિલ્લામાં દર મહિને કુલ રૂ. ૩ કરોડ ૧૨ લાખથી વધુની સહાય રકમ ડી.બી.ટી. દ્વારા સીધી જ બહેનોના ખાતામાં જમા કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્રના સક્રિય સહયોગથી છેવાડાના ગામડાઓ સુધી સરળતાથી આ સહાય પહોંચાડવામાં આવી રહી છે, જે બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવી ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા પૂરું પાડે છે.
ગંગા સ્વરૂપા (વિધવા સહાય) યોજનાનો લાભ મેળવવા માટે ૧૮ વર્ષ કે તેથી વધુ વયની પાત્ર બહેનો પોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકે છે. અરજી સાથે ભરેલું ફોર્મ, ફોટોગ્રાફ, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડની નકલ, પતિના અવસાનનો દાખલો, બેંક પાસબુકની નકલ અને આવકનો દાખલો રજૂ કરવાનો રહે છે. ઉપરાંત ઉંમરનો પુરાવો, પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર તથા લાગુ પડતું હોય તો બી.પી.એલ. (BPL) સ્કોરનો દાખલો પણ રજૂ કરવો જરૂરી છે. યોજના માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦/ તથા શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/પ્ર સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
