News of Friday, 27th November 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન હળવો કરવાના હેતુથી 300થી વધુ વિદ્યા સહાયકોની નવી ભરતી
આશરે 300 જેટલા વિદ્યા સહાયકોએ જિલ્લાની 254 જેટલી શાળાઓમાંથી પસંદગી અને પ્રાથમિકતા મુજબ શાળાઓની પસંદગી કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન હળવો કરવાના હેતુથી 300થી વધુ વિદ્યા સહાયકોની નવી ભરતી કરવામાં આવી છે, જેના ભાગરૂપે જામ ખંભાળિયા ખાતે નવનિયુક્ત વિદ્યા સહાયકો માટે ખાસ શાળા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન આશરે 300 જેટલા વિદ્યા સહાયકોએ જિલ્લાની 254 જેટલી શાળાઓમાંથી પોતાની પસંદગી અને પ્રાથમિકતા મુજબ શાળાઓની પસંદગી કરી હતી.
શાળા પસંદગીની આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાની સાથે જ આજથી જ નવનિયુક્ત શિક્ષકો સંબંધિત શાળાઓમાં હાજર થવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે, જેનાથી જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થવાની પૂરી સંભાવના છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
