હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરમાં ૪૫૦થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધઃ ઓનલાઈન દવા વેચાણ સામે કેમિસ્ટોનું દેશવ્યાપી એલાન
દર્દીઓની સુવિધા માટે ૧૧ મેડિકલ સ્ટોર ૨૪ કલાક ખુલ્લા રહેશે, પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણથી સ્વાસ્થ્ય જોખમમાં મુકાતું હોવાનો આક્ષેપ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૦: ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને નિયમોના ઉલ્લંઘન સામે દેશવ્યાપી બંધના એલાનના સમર્થનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ૨૦ મે, ૨૦૨૬ના રોજ ૪૫૦થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. સુરેન્દ્રનગર ઝાલાવાડ જિલ્લાના કેમિસ્ટો અને મેડિકલ સ્ટોર સંચાલકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કેયુરભાઈ કોઠારીએ જણાવ્યું કે, ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વિના અને નિયમોનું પાલન કર્યા વિના દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. આ અનિયમિત અને બિનકાયદેસર પ્રવળત્તિ દર્દીઓની સુરક્ષા જોખમાવે છે અને નકલી દવાઓ મળવાનો ભય ઊભો કરે છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. આ ઉપરાંત સ્થાનિક લાયસન્સ ધરાવતા કેમિસ્ટો સામે અસમાન સ્પર્ધાની સમસ્યા પણ સર્જાઈ છે.
દર્દીઓને તાત્કાલિક દવાની જરૂરિયાતમાં મુશ્કેલી ન પડે તે માટે સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશને જિલ્લાભરમાં ૧૧ મુખ્ય મેડિકલ સ્ટોર્સ ૨૪ કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે. જેમાં રાજ ફાર્મસી, મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર, સી.જે. હોસ્પિટલ મેડિકલ સ્ટોર સુરેન્દ્રનગર, સવા આયુષ હોસ્પિટલ મેડિકલ સ્ટોર જોરાવનગર, પૂજા મેડિસીન્સ વઢવાણ, યોગી મેડિકલ સ્ટોર્સ લીંબડી, ન્યુ પ્રિન્સ મેડિસીન્સ ચોટીલા, રાધે મેડિકલ સ્ટોર પાટડી, પટેલ મેડિકલ સ્ટોર લખતર, રોયલ મેડિકલ સ્ટોર્સ થાન, એ.એમ. એન્ડ કંપની ચુડા અને અગ્રવાલ મેડિકલ ધ્રાંગધ્રાનો સમાવેશ થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
