તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ગુજરાતમાં ૮૦ લાખથી વધુ દિવડાઓ પ્રગટાવીને નરેન્દ્રભાઇને જન્મદિનની શુભેચ્છા પાઠવશે
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આયોજનઃ ભાવનગર ખાતે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭: ભાવનગર ખાતે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન' અંગે વિસ્તળત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં રાજ્યભરમાં ૮૦ લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવશે.
મંત્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્યના વિવિધ સ્થળોએ જનભાગીદારીથી કાર્યક્રમો યોજાશે. મંદિરો, તળાવો, નદીઓના કિનારા, મુખ્ય બજારો, ટાઉન હોલ, ગાર્ડન, એ.પી.એમ.સી. તથા અન્ય આઇકોનિક સ્થળોએ દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓમાં શહેર કક્ષાના ૧૭ મુખ્ય કાર્યક્રમો ઉપરાંત અન્ય ૧૭ કાર્યક્રમો યોજાશે. મહાનગરપાલિકાના ૨૮૭ વોર્ડમાં આશરે ૧૨,૪૮૧ સ્થળોએ સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, ૧૫૨ નગરપાલિકાઓમાં શહેર કક્ષાના ૧૫૨ મુખ્ય કાર્યક્રમો ઉપરાંત અન્ય કાર્યક્રમો યોજાશે. નગરપાલિકા વિસ્તારોમાં આશરે ૫,૭૪૦ સ્થળોએ સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મળીને કુલ ૧૬૯ મુખ્ય કાર્યક્રમો તેમજ અન્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં આશરે ૧૮,૫૦૮ સ્થળોએ સ્થાનિક કાર્યક્રમો યોજાવાના છે. દરેક ગામ તેમજ શહેરોના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાગરિકો, લાભાર્થીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી ‘આશીર્વાદનો દીવડો' પ્રગટાવશે.
તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, અમદાવાદના કાંકરિયા ખાતે કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ સંગઠનના મહામંત્રીશ્રી અમદાવાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અંબાજી મંદિર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા સત્તા પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. સિદ્ધનાથ મહાદેવ, ઓલપાડ, સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. હીરાસર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેશે. ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં આશરે ૫,૦૦૦ લાભાર્થીઓ સાથે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાશે. ભાવનગરના બોર તળાવ ખાતે શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે. સુરતના નાવડી ઓવારા ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તથા મેયરશ્રી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સંગઠનના આગેવાનો તથા અન્ય મહાનુભાવો વિવિધ સ્થળોએ યોજાનારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે ૬ વાગ્યાથી વિવિધ સ્થળોએ નાગરિકો એકત્રિત થશે. ત્યારબાદ ભજન-સંધ્યા, સત્સંગ, સાંસ્કળતિક કાર્યક્રમો તથા અન્ય સેવાકીય કાર્યક્રમો યોજાશે. મંદિરોમાં આરતીના સમય સાથે સુસંગત રીતે આશરે સાંજે ૭ વાગ્યે ‘આશીર્વાદનો દીવડો' પ્રગટાવવામાં આવશે.
પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ સમગ્ર રાજ્યની તથા ભાવનગરની જનતાને તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાનારા ‘આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પોતાના ઘરે પણ એક દીવડો પ્રગટાવી તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સેવા દિવસના પ્રકલ્પરૂપે સમગ્ર માસ દરમિયાન વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાશે. નાગરિકો આ સેવાકીય પ્રવળત્તિઓમાં જોડાઈ સેવા, સંકલ્પ અને જનભાગીદારીનો સંદેશ વધુ મજબૂત બનાવે તેવી અપીલ તેમણે કરી હતી
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
