<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ચોટીલાના આપાગીગાના ઓટલા પાસે કાર હડફેટે માતા-પુત્રીના મોત

કુવાડવા કોલેજમાં અભ્‍યાસ કરતા પુત્રના પદવીદાન સમારોહમાંથી પરત ફરથી વખતે ઓડી કારના કહેરથી દુર્ઘટનાઃ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નયનાબેન વસંતકુમાર દિક્ષીત અને અર્ચનાબેન અશ્વિનકુમાર જોશીના મોતથી અરેરાટીઃ વિકાસકુમાર વસંતલાલ દિક્ષીત ઇજાગ્રસ્‍ત

(જીજ્ઞેશ શાહ દ્વારા)  ચોટીલા તા.૨૮: ચોટીલા-રાજકોટ હાઈવે પર ચોટીલામાં આપાગીગાના ઓટલા પાસે ઓડી કારની અડફેટે સર્જાયેલા ગમખ્‍વાર અકસ્‍માતમાં માતા-દીકરીનાં કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્‍યારે અકસ્‍માતમાં એક પુરુષને ઈજા પહોંચતાં તેમને તાત્‍કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્‍યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, પરિવાર પ્રસાદ લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન આપાગીગાના ઓટલા પાસે ઓડી કારની અડફેટે આવતા આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્‍માત એટલો ભયાનક હતો કે તેમાં (૧) અર્ચનાબેન અશ્વીનકુમાર જોષી ઉ.વ આશરે ૪૮ તથા (૨) નયનાબેન વસંતકુમાર દીક્ષીત ઉ.વ આશરે ૭૦ ના કરુણ મોત નીપજ્‍યાં હતાં. જ્‍યારે પરિવારના એક પુરુષ વિકાસ કુમાર વસંતલાલ દીક્ષીત રહે. તમામ ખેડબ્રહ્મા જીલ્લો સાબરકાંઠાને ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્‍યા હતા.

અકસ્‍મિક ઘટનાને પગલે હાઈવે પર લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને વાહનોની અવરજવર ખોરવાતાં ટ્રાફિકજામની સ્‍થિતિ સર્જાઈ હતી. પ્રસાદ લેવા નીકળેલો પરિવાર ક્ષણવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો!

અકસ્‍માતનો ભોગ બનનાર પરિવાર ખેડબ્રહ્મ ાનો છે નો જેઓ કુવાડવા કોલેજ ખાતે અભ્‍યાસ કરતા સભ્‍યની ડીગ્રી લેવા આવેલ પરત આપા ગીગા ના ઓટલાની રોડ પર સામેની સાઇડ કાર પાર્ક કરી પ્રસાદ લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે અરસામાં પુરપાટ આવતી ઓડી કારે જોરદાર ટક્કર મારતા અકસ્‍માત સર્જાયો હોવાનું જાણવા મળ્‍યું છે.

કાર ની સ્‍પિડ અને અકસ્‍માતની ગંભીરતા રોડ ઉપર જોવા મળી

કારની ઝડપ અને અકસ્‍માત ની ગંભીરતા રોડ ઉપર જોવા મળેલ હતી ભોગ બનનાર મહિલાનો આખો પગ કટ થઈ છુટ્ટો પડી  અલગ ફંગોયાળેલ હાઈવે ઉપર પડેલ જોવા મળેલ હતો અકસ્‍માત સર્જનાર ઓડી લોધીકાની પુરપાટ ઝડપે ચલાવી અકસ્‍માત સર્જનાર કાર નંબર ઉપરથી રામજીભાઈ જેઠાભાઈ પાદરીયા ભરવાડ શેરી લોધીકા, તા.લોધીકા જિ.રાજકોટ હોવાની માહિતી પ્રાપ્ત થાય છે. આ ગમખ્‍વાર અકસ્‍માતે ફરી એકવાર હાઈવે પર વાહનચાલકોની બેદરકારી અને માર્ગ સલામતીના પ્રશ્નો સામે ગંભીર ચિંતા ઊભી કરી છે.

આપાગીગાના ઓટલા પાસે અકસ્‍માતોનું ડેન્‍જર ઝોન!

વારંવાર સર્જાતી દુર્ઘટનાઓ છતાં કાયમી ઉકેલનો અભાવ?

ચોટીલા-રાજકોટ હાઈવે પર આપાગીગાના ઓટલા પાસે વારંવાર અકસ્‍માતોના બનાવો સામે આવી રહ્યા છે. આ સ્‍થળે અગાઉ પણ અનેક અકસ્‍માતોમાં લોકો જીવ ગુમાવી ચૂકયા છે, ત્‍યારે આ વિસ્‍તાર જાણે અકસ્‍માત ઝોન બની ગયો હોય તેવી સ્‍થિતિ સર્જાઈ છે. વારંવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોવા છતાં અકસ્‍માતો અટકાવવા માટે કાયમી અને અસરકારક વ્‍યવસ્‍થા ઊભી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

આ સ્‍થળે અકસ્‍માતોનાં કારણો અંગે સંબંધિત માર્ગ અને વાહનવ્‍યવહાર વિભાગ દ્વારા તાત્‍કાલિક ટેકનિકલ તપાસ કરવામાં આવે અને જરૂરી હોય ત્‍યાં સ્‍પીડ બ્રેકર, ચેતવણી સૂચક બોર્ડ, યોગ્‍ય લાઇટિંગ, માર્ગ સલામતીનાં ઉપાયો તથા અન્‍ય જરૂરી વ્‍યવસ્‍થાઓ ઊભી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

અકસ્‍માતો બાદ દોડધામ કરવાને બદલે અકસ્‍માતો જ ન સર્જાય તે માટે તંત્ર કયારે જાગશે? નિર્દોષ લોકોના જીવ બચાવવા આપાગીગાના ઓટલા પાસે કાયમી અકસ્‍માત નિવારણ વ્‍યવસ્‍થા ઊભી કરવી અનિવાર્ય બની છે.(તસવીરઃ હેમલ શાહ)

(12:17 PM IST)