<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

"તેરા તુજકો અર્પણ" અંતર્ગત પંચકોશી એ ડિવિઝન પોલીસની પ્રેરક કામગીરી :મૂળ માલીકને શોધી ઈક્કો ગાડીને પરત સોંપી

પોકેટ કોપ મોબાઇલ તથા ઇ-ગુજકોપની મદદથી પોલીસે બિન વારસુ મળેલ કારના મૂળ માલિકને શોધ્યા

જામનગર :પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડારવિ મોહન સૈનીનાઓએ જીલ્લા ક્રાઈમ કોન્ફરન્સ અનુસંધાને સુચના આપેલ હોય જેથી જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક પિયુષ વાંદા સાહેબ તથા પંચ એ ડીવી. પો.સ્ટેના પો.ઇન્સ. એમ.એન.શેખ સાહેબ તથા પંચ એ ડીવી. પોલીસ સ્ટેશના સ્ટાફ દ્વારા"તેરા તુજકો અર્પણ"કાર્યક્રમ અંતર્ગત પંચ એ ડિવી. પો.સ્ટે. વિસ્તારમાંથી બીનવારસુ હાલતમાં મળી આવેલ ઇક્કો ફોર વ્હીલ ગાડી ની કમાન્ડ એન્ડ કંટ્રોલ મદદ તથા પોકેટ કોપ મોબાઇલ તથા ઇ-ગુજકોપની મદદથી ઇકો ફોર વ્હીલના માલીક ને શોધી તેઓની ઇક્કો કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- પરત સોપી આપેલ

અરજદાર (૧) મનસુખભાઇ નવલદારા દેવમુરારી ધંધો-ડ્રાઇવિંગ (રહે.જામ ખંભાળીયા રેલ્વે સ્ટેશન રોડ ગોજીયા એન્જીનિંયરની સામે તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા) (મારૂતી ઇક્કો ગાડી રજી નં GJ 37 J 9856 કિ.રૂ. 3,00,000/-)

(8:43 PM IST)