News of Monday, 13th July 2026
અમરેલીના જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની ગુણવત્તા અંગે ફરિયાદ બાદ સાંસદ ભરત સુતરીયાએ સ્થળ પર નિરીક્ષણ કર્યું.
નબળી કામગીરીના આક્ષેપો વચ્ચે જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા રેલવે સ્ટેશન પર તાજેતરમાં કરવામાં આવેલા પ્લેટફોર્મ રિનોવેશનના કામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિક સ્તરે નબળી ગુણવત્તાની કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ સ્થળ પર પહોંચી જાતે નિરીક્ષણ કર્યું હતું
ફરિયાદ બાદ કરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન પ્લેટફોર્મના કેટલાક ભાગોમાં પ્લાસ્ટર ઉખડતું અને સપાટી પર તિરાડો દેખાતી હોવાનું સામે આવ્યું.
મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે લેખિત રજૂઆત કરીને રેલવે સ્ટેશન પર થયેલી કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ફરિયાદના થોડા દિવસો બાદ સાંસદ ભરત સુતરીયા સ્થળ પર પહોંચ્યા અને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી.
નિરીક્ષણ દરમિયાન પ્લેટફોર્મના કેટલાક ભાગોમાં પ્લાસ્ટર સરળતાથી ઉખડી જતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ફ્લોરિંગમાં તિરાડો અને કેટલીક જગ્યાએ કપચી તથા મેટલ બહાર દેખાતાં ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે.
સાંસદ ભરત સુતરીયાએ સંબંધિત અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરીને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે નબળી ગુણવત્તાનું કામ દૂર કરીને નિયમો મુજબ નવી કામગીરી કરાવવાની પણ સૂચના આપી હોવાનું કહેવાય છે.
ફરિયાદકર્તાના જણાવ્યા મુજબ, આ કામગીરી કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો ભાગ હતી. તેમનો આક્ષેપ છે કે ટેન્ડરની શરતો મુજબ કામ ન થયું હોવા છતાં કોન્ટ્રાક્ટરને ચુકવણી કરવામાં આવી છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
