તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
જેતપર આંદોલન મામલે સાંસદ રૂપાલાની મુખ્યમંત્રીને રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨: ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા ગત ૨૬-૦૬-૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. કિસાન સંઘે આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના, મનસ્વી રીતે ખેતરોની વચ્ચે વીજ પોલ ઊભા કરીને કિંમતી જમીન બગાડી રહ્યા છે અને ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા મહિલાઓ પર કરવામાં આવેલા અત્યાચારનો પણ સંગઠન દ્વારા વિરોધ કરાયો હતો.
આ સમગ્ર મામલે સાંસદ પરશોત્તમ રૂપાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા જેતપર-છાવણીમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા બાબતની રજૂઆત તેમને મળી છે. આ રજૂઆત પત્ર સાથે સામેલ રાખીને તેને ધ્યાને લઈ નિયમોનુસાર ઘટતું કરવા માટે તેમણે મુખ્યમંત્રીને ભલામણ કરી છે.
ભારતીય કિસાન સંઘે માંગ કરી હતી કે વીજ કંપનીના અધિકારીઓની મનસ્વી અને ખેડૂત વિરોધી નીતિઓ પર તુરંત લગામ કસવામાં આવે. સરકાર આ બાબતમાં તુરંત હસ્તક્ષેપ કરે અને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર મોકલી વહેલી તકે આ પ્રશ્નનો સુખદ અને ન્યાયિક ઉકેલ લાવે, જેને હવે સાંસદ પરશોત્તમ રૂપાલાની ભલામણ મળતા આ આંદોલન વધુ વેગવંતું બન્યું છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
