News of Thursday, 8th October 2026
અનંત અંબાણીની પ્રેરણાથી દ્વારકાના પ્રસાદાલયમાં હવે વિનામૂલ્યે ભોજન

દ્વારકા, તા. ૮: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણીની શુભપ્રેરણાથી દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકોની સેવામાં એક નવો અને દિવ્ય અધ્યાય જોડાઈ રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનની અવિરત સેવા ભાવના અને અનંત અંબાણીના સંકલ્પથી શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજ દ્વારા સંચાલિત પ્રસાદાલયમાં હવે યાત્રીઓને વિનામૂલ્યે ભોજન પ્રસાદનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરરોજ અંદાજે ૪,૦૦૦ યાત્રિકો વિનામૂલ્યે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે.
દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકો પોતાની આધ્યાત્મિક યાત્રા દરમિયાન શારીરિક અને માનસિક રીતે ઊર્જાવાન રહે અને તેમને પવિત્રતા સાથેનો શુદ્ધ તથા સાત્વિક ભોજન પ્રસાદ મળી રહે તે આ પ્રસાદાલયનો મૂળમંત્ર છે. અહીં પીરસવામાં આવતું આ ભોજન માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી, પરંતુ ‘અતિથિ દેવો ભવઃ'ની સનાતન સંસ્કળતિની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું એક પવિત્ર માધ્યમ છે.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દ્વારકાધામ ખાતે યાત્રિકો અને શ્રદ્ધાળુઓની સુવિધા તથા સેવા માટે હાથ ધરવામાં આવેલી આ વિશેષ પહેલ ‘સેવા એ જ પરમ ધર્મ' ની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
