<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સાંસદના પ્રયાસોથી વાંકાનેર રેલવે સુવિધાઓ અંગે આશા જાગી

મુસાફરો અને વેપારીઓના હિતમાં વિવિધ ટ્રેન સ્‍ટોપેજ તથા સુવિધા વધારવા રજૂઆત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૨૦:મોરબી જિલ્લાના મુસાફરોને વધુ સારી રેલવે સુવિધા મળે તે હેતુથી રાજ્‍યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ પヘમિ રેલવેના જનરલ મેનેજરને રજૂઆતમાં વાંકાનેર રેલવે જંક્‍શન સાથે જોડાયેલા પ્રશ્નો, મહત્‍વની ટ્રેનોના સ્‍ટોપેજ, સમયપત્રકમાં સુધારા અને મુસાફરોને સીધી રાહત મળે તેવી અનેક લોકહિતની માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

રજૂઆતમાં વાંકાનેર ખાતે કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો, કોરોના બાદ બંધ થયેલી લોકલ ટ્રેનો ફરી શરૂ કરવી, હજારો મુસાફરોને લાભ મળે તે માટે વધુ ટ્રેનોને વાંકાનેરમાં સ્‍ટોપેજ આપવું, સૌરાષ્‍ટ્ર-દિલ્‍હી વચ્‍ચે નવી દૈનિક સુપરફાસ્‍ટ ટ્રેન શરૂ કરવી, વંદે ભારત ટ્રેનનો રૂટ રાજકોટ સુધી લંબાવવો, ગાંધીનગર-વેરાવળ ઇન્‍ટરસિટીનો સમય અનુકૂળ કરવો, રાજકોટ મંડળમાં આધુનિક કોચ ડિપો ઉભો કરવો તેમજ વાંકાનેર તાલુકાના વિવિધ રેલવે ફાટકો અને અંડરબ્રિજ સંબંધિત સમસ્‍યાઓના કાયમી ઉકેલ જેવી માંગણીઓ કરવામાં આવી છે.

આ પ્રજાલક્ષી રજૂઆતથી વાંકાનેર, મોરબી તથા સમગ્ર સૌરાષ્‍ટ્રના મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને રોજિંદા અપ-ડાઉન કરતા લોકોમાં નવી આશા જાગી છે. સ્‍થાનિક લોકોએ પણ આ પ્રયાસને આવકારતા જણાવ્‍યું છે કે જો આ માંગણીઓનો હકારાત્‍મક અમલ થશે તો રેલવે મુસાફરી વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનશે.

(10:45 AM IST)