News of Tuesday, 5th May 2026
રસુલપરા (ગીર)ના પ્રતિષ્ઠિત ‘મકરાણી પરિવાર'ની સુપુત્રી કુ.અલ્વી બ્લોચે ઘો.૧૨ (સાયન્સ)માં ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કરી ગૌરવાન્વિત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: સમગ્ર સૌરાષ્ટ્રમાં મકરાણી બ્લોચ સમાજમાં સામાજીક દ્રષ્ટીએ અગ્રેસર ગણાતા સ્વર્ગસ્થ અલીબાપુ, ફકીરાબાપુ અને ઉમરબાપાની આગવી ઓળખ ધરાવતા તાલાલા તાલુકાનાં રસુલપરા(ગીર)નાં 'બ્લોચ પરિવાર'ની સુપુત્રી કુ. અલ્વી અનવરભાઇ બ્લોચે ધો.૧૨ એચ.એસ.સી.ની પરીક્ષામાં ૯૯.૮૩ પર્સન્ટાઇલ એ-૧ રેન્ક મેળવી ઝળહળતી ફતેહ હાંસલ કરી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કરી ગૌરવાન્વિત થયેલ છે.
"રસુલપરા પરિવાર"નાં મોભી દિનુભાઈ અલીભાઈ બ્લોચની પૌત્રી કુ. અલ્વી અનવરભાઈ બ્લોચે ફીઝિકસમા ૧૦૦માથી ૯૭, કેમેસ્ટ્રીમા ૧૦૦માથી ૯૬, બાયોલોજીમાં ૧૦૦માથી ૯૬, સંસ્કૃતમાં ૧૦૦થી ૯૮, ઇંગ્લિશમાં ૧૦૦માથી ૭૦, કેમેસ્ટ્રિ પ્રેક્ટીકલમા ૫૦માથી ૪૯,ફીઝીક્સ પ્રેક્ટિકલમા ૫૦માથી ૫૦, બાયોલોજી પ્રેક્ટિકલમા ૫૦માથી ૪૮ મળી કુલ ૬૫૦ ગુણમાંથી ૬૦૪ ગુણ મેળવી ૯૯.૮૩ પર્સાન્ટાઈલ પ્રાપ્ત કરેલ છે.
કુ. અલ્વી બ્લોચે ગુજકેટ પરીક્ષામાં ૧૦૬.પ૦ ગુણ સાથે ઉતીર્ણ થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુ. અલ્વી બ્લોચથી મોટી બહેન કુ.રુહી અનવરભાઇ બ્લોચે પણ અગાઉ ધો.૧૦ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૯૯.૫૪ પર્સન્ટાઇલ એ-૧ રેન્ક સાથે ઉપરાંત એચ.એસ.સી.ની પરિક્ષામાં પણ ઝળહળતી ફતેહ મેળવી હતી. હાલ કુ. રુહી બ્લોચની તાજેતરમાં જ કેન્દ્ર સરકારનાં પોસ્ટ ડીપાર્ટમેન્ટમાં નિયુક્તિ થયેલ છે
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
