<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

પોરબંદર એરપોર્ટ પર વિવિધ પરિસ્‍થિતિઓ પર મલ્‍ટી-એજન્‍સી મોક ડ્રીલ યોજાઈ

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦ :..  પોરબંદર એરપોર્ટ ખાતે વિવિધ સુરક્ષા અને આપત્તિજનક પરિસ્‍થિતિઓને પહોંચી વળવા માટે મલ્‍ટી-એજન્‍સી મોકડ્રીલ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ કવાયતનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય એરપોર્ટ પર કાર્યરત વિવિધ એજન્‍સીઓની તૈયારી, સતર્કતા, સંકલન અને વાસ્‍તવિક સમયના પ્રતિભાવનું મૂલ્‍યાંકન કરવાનો હતો.

આ મોકડ્રીલ દરમિયાન વિવિધ પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં રાખી મલ્‍ટી-એજન્‍સીઓ દ્વારા સંકલનપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. શંકાસ્‍પદ પરિસ્‍થિતિ સર્જાતા AAI ફાયર સર્વિસીસને જાણ કરવામાં આવી હતી તેમજ કંટ્રોલ રૂમ દ્વારા તાત્‍કાલિક QRT તથા રાજ્‍ય BDDS ટીમને સંદેશ પાઠવવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ તમામ સુરક્ષા એજન્‍સીઓએ લ્‍બ્‍ભ્‍ મુજબ સુચારુ અને સંકલિત કામગીરી પૂર્ણ કરી હતી.

મોકડ્રીલ પૂર્ણ થયા બાદ તમામ હિસ્‍સેદારો સાથે ચર્ચા સત્ર યોજાયું હતું. આ મોકડ્રીલમાં CISFના ૨૬, સ્‍થાનિક પોલીસના ૦૯, રાજ્‍ય BDDSના ૦૭, AAI ફાયર સર્વિસના ૦૫, BKJ (GHA)ના ૦૬, AAIના ૦૮ તથા SOGના ૦૨ કર્મચારીઓ જોડાયા હતા.

(1:22 PM IST)