તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ઉમરાળા સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની મુંબઈના દાનવીર રાજનભાઈ મથુરિયા અને કેન્સર સર્જન ડો. મનોજ મહેતાએ લીધી શુભેચ્છા મુલાકાત
આંખ વિભાગમાં મોતીયાના ઓપરેશન માટે રૂ. ૨ લાખનું અનુદાન આપનાર રાજનભાઈ મથુરિયાનું ટ્રસ્ટી બી.એલ. રાજપરા દ્વારા સન્માન કરાયું

ઉમરાળા: ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓથી પ્રભાવિત થઈને વખતોવખત મોટી રકમનું દાન આપનાર મુંબઈ સ્થિત રાજનભાઈ મથુરિયા તા. ૧૯/૦૮/૨૦૨૬ના રોજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે તેમના બનેવી અને સૌરાષ્ટ્રના સૌપ્રથમ કેન્સર સર્જન ડો. મનોજ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજનભાઈ મથુરિયા દ્વારા તા. ૦૯/૦૯/૨૦૨૬ના રોજ હોસ્પિટલના આંખ વિભાગમાં મોતીયાના ઓપરેશનો માટે રૂ. ૨,૦૦,૦૦૦ (અંકે રૂપિયા બે લાખ પૂરા)નું માતબર અનુદાન પ્રાપ્ત થયેલ છે. આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ. રાજપરા દ્વારા મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
