<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ટંકારાના ઝમઝમનગરમાં ધારાસભ્‍યની પ્રેરક ઉપસ્‍થિતિમાં પાલિકાની પાંખે રોડના ખાતમુહૂર્ત કર્યા

 

જનસુવિધાના કાર્યોનો આરંભઃ ટંકારા, નગરપાલિકાના પ્રથમ બોડી (શાસક મંડળ) દ્વારા વિસ્‍તારમાં વિકાસનો મજબૂત પાયો નાખતા જનસુવિધાના કાર્યોનો વિધિવત આરંભ કરવામાં આવ્‍યો છે. આ અંતર્ગત ટંકારાના ઝમઝમનગર વિસ્‍તારમાં સીસી રોડ નિર્માણ કાર્યનું  ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય  દુર્લભજીભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમના હસ્‍તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્‍યશ્રીએ ટંકારાના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકાના પ્રયાસોને બિરદાવ્‍યા હતા અને સ્‍થાનિક લોકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી. આ કાર્યક્રમમાં ટંકારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્‍યશ્રીઓ અને વિસ્‍તારના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. નગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્‍યું હતું કે, આ ખાતમુહૂર્ત સાથે જ નગરમાં જનસુવિધાના કાર્યોની નવી શરૂઆત થઈ ચૂકી છે અને આગામી સમયમાં અન્‍ય વિકાસલક્ષી કામોને પણ વેગ આપવામાં આવશે.

 

(1:17 PM IST)