<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

કેશોદમાં સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ તો બનાવવુ છે પણ પાલિકા પાસે જગ્‍યા નથીઃ પ્રતિક્ષાબેન દેવડીયા

ચૂંટણી ઢંઢેરામાં આપેલ વચન નિભાવવા ભાજપ શાસિત પાલિકા તત્‍પર કેન્‍દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા સમક્ષ જિલ્લા કક્ષાનું સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્‍સ બનાવવા માટે પાલિકા પ્રમુખની રજૂઆત

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૯: કેશોદમાં જિલ્લા કક્ષાનું અધ્‍યતન સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ બનાવવા નુ આયોજન છે. પરંતુ આ માટે પાલિકા પાસે જરૂરી જગ્‍યા (જમીન) નથી. આ અંગે જમીન ફાળવવા સહિત ની પ્રોસેસ માટે ઘટતું યોગ્‍ય કરવા સ્‍થાનિક નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડીયા એ કેન્‍દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા સમક્ષ માંગણી કરેલ છે.

જુનાગઢ જિલ્લા ના મધ્‍યે આવેલ કેશોદ શહેર વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે. પરંતુ અહીં બાળકો, યુવાનો સહિતના લોકો માટે રજાઓના દિવસો દરમિયાન સમય પસાર કરવા કોઈ ખાસ રમતગમત કે મનોરંજન માટે ની કોઈ સુવિધા નથી.

બીજી તરફ રમતગમત ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો એ અત્રે સ્‍પોર્ટ્‍સ સેન્‍ટર જેવી સુવિધાઓ ના અભાવે દરરોજ જરૂરી પ્રેક્‍ટિસ કરી શકતા ન હોય પોતાનામા કૌશલ્‍ય હોવા છતાં પણ આગળ વધી શકતા નથી.

તાજેતરમા યોજાયેલ સ્‍થાનિક નગર પાલિકા ની ચૂંટણી દરમિયાન ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કેશોદ શહેર મા રમત ગમતના શોખીનો માટે સ્‍પર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ બનાવવા નુ વચન આપેલ હતું. આ વચન નિભાવવા સ્‍થાનિક ભાજપ શાસિત નગરપાલિકા તત્‍પર છે, પરંતુ સ્‍પોર્ટ્‍સ અંગેનું કોમ્‍પ્‍લેક્‍સ બનાવવા માટે પાલિકા પાસે જરૂરી જમીન નો અભાવ જણાઈ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

દરમિયાન આ અંગે અંગત રસ દાખવી પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડીયા એ કેન્‍દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી શ્રી મનસુખ ભાઈ માંડવીયા સમક્ષ લેખિતમાં રજૂઆત કરતા જણાવેલ છે કે, સ્‍થાનિકો ની માંગણીઓ ને ધ્‍યાને લઈ કેશોદ પાલિકા સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ બનાવવા માગે છે. પરંતુ પાલિકા પાસે માલિકી ની આવી કોઈ જમીન ઉપલબ્‍ધ નથી.

જો અહીંયા જિલ્લા કક્ષાનું અધ્‍યતન સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ બનાવવામાં આવશે તો તેનો લાભ સ્‍થાનિક કેશોદ ઉપરાંત આસપાસના ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારના લોકોને પણ મળી રહેશે. આ બાબત ને ધ્‍યાને લઈ જમીન ની કિંમત સાથે નું કેશોદ શહેર મા જિલ્લા કક્ષાનું સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ બનાવવા અંગે યોગ્‍ય કાર્યવાહી કરવા પત્રના અંતમાં શ્રીમતી દેવડીયા એ વિનંતી કરેલ છે

(1:04 PM IST)