તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ઉપલેટામાં લઘુમતી અગ્રણી અબરાર ફુલારા ઉપર ખુની હુમલોઃ સામસામી ફરિયાદ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૧૩: થોડા દિવસ પહેલા ઉપલેટા ડુમિયાણી રોડ ઉપર રેલવે પુલ પાસે પંચહાટડી વિસ્તારની દિલાવર સંધિ અને લાલા મુરઘી વાળાની ખુખાર ગેંગો વચ્ચે સામસામા વાહનો અથડાવી એકબીજા ઉપર છરી તલવાર જેવા ઘાતકી હથિયારો વડે હુમલામાં એકના હાથનો પંજો કપાઈ ગયેલા તે બનાવની શાહી હજુ સુકાણી નથી ત્યાં બે દિવસ પહેલા પંચહાટડી વિસ્તારના ફુલારા અને હડફા ગેંગ વચ્ચે ખૂની હુમલામાં અબરાર અકિલ ફુલારા ઉપર માથામાં ધારિયા વડે ખુની હુમલો થતા તેને ગંભીર ઈજા સાથે હોસ્પિટલ માં દાખલ કરેલ બનાવની જાણ થતાં હોસ્પિટલમાં રાત્રે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઉપરોક્ત બનાવમા અબરાર અકીલ ફુલારા અનુસોર અલ્તાફ ફુલારા સબીર બાપુ નાગાણી અને સબીર ઉર્ફ ભોલો ઈકબાલ સોરવદી અને સામે પક્ષે શરીફ હારુન કપડવંજી મક્કી ઉર્ફે લાલો રફીક હડફા નવેદ ખાલીદ હાડફા બખતયાર ખાલીદ હડફા કૌસર ખાલીદ હડફા ઉપર સામ સામી પોલીસ ફરિયાદ થયેલ છે. તેમજ તાજેતરમાં LCB અને SOG દ્વારા ઉપલેટા પોલીસને અંધારામાં રાખી ઈંગલીશ દારૂ અને જુગારના ઉપરા ઉપરી મોટી રેડો પાડવામા આવી છે. ત્યારે કુલી ફાલેલી આવી અસામાજિક પ્રવળત્તિઓ અને માથાભારે તત્વો કાબુમાં લેવા ઉપલેટામાં કડક પોલીસ અધિકારી મુકવા લોકમાંગણી ઉઠવા પામી છે.(તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
