તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 8th October 2026
મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન.
કાર્યક્રમમાં આકર્ષક ઇનામો, નાસ્તા અને સરપ્રાઇઝ ગિફ્ટ્સની વ્યવસ્થા અને વિજેતાઓને આકર્ષક ઇનામો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મુસ્કાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરીમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો સહિતનાઓએ ભાગ લીધેલ હતો અને ગરબાની તાલે ઝૂમી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં આકર્ષક ઇનામો, નાસ્તા અને સરપ્રાઇઝ ગિફ્ટ્સની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા તેમજ તમામ સહભાગીઓને મુસ્કાન તરફથી ભેટ આપવામાં આવી હતી. આ મુસ્કાનમાંથી કોઈ મુસ્કાન વગર પાછું નથી ફરતું!
આ વાતને સાર્થક કરતાં દરેક સહભાગીના ચહેરા પર ખુશી અને મુસ્કાન જોવા મળી હતી આ સફળ આયોજન માટે તમામ સ્પોન્સર્સ, જજીસ તથા તમામ સહયોગીઓનો મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં આર્થિક સહયોગ આપવા ઇચ્છુક લોકો +91 90169 76954 પર સંપર્ક કરી શકે છે. તેવું આયોજકોએ જણાવ્યુ હતું.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
