તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
વિસાવદરમાં મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશન આયોજિત મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીઓનીઓના સન્માન સમારોહનુ ભવ્ય આયોજન
મુખ્ય વક્તા તરીકે સાવરકુંડલા સંકુલનાં કેમ્પસ ડાયરેકટર ઈબ્રાહિમભાઈ કુરેશી ખાસ ઉપસ્થિત રહેશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરમાં મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશન આયોજિત આગામી તા.૨૭-૬-૨૦૨૬ શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે મકરાણી પરા, વિસાવદર ખાતે મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીઓનીઓના સન્માન સમારોહનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય વક્તા તરીકે સાવરકુંડલા એસ.એમ.જી.કે.સંકુલનાં કેમ્પસ ડાયરેકટર ઈબ્રાહિમભાઈ કુરેશી ખાસ ઉપસ્થિત રહેશે.
આ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ સફળ બનાવવા મુસ્લિમ એજયુકેશન ફાઉન્ડેશન સંસ્થાનાં આગેવાનો સહેજાદ હમીરકા, સમીર બલોચ, નવસાદ મોદી, શાહિદ માડકિયા (એકવોકેટ), શકીલ સરકી, મુસ્તફા બલોય, જાવેદ મલેક, યાસીન સરકી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ચાલુ વરસાદની સ્થિતિ હશે તો કાર્યક્રમ ઝાલાવડીયા ઘાંચી જમાતખાના, વિસાવદર ખાતે રાખવામાં આવશે તેમ જાહેર કરાયું છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
