<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

ખાંભા તુલસીશ્યામ રેન્જમા સિંહનો કોહવાયલો મૃતદેહ મળ્યો

રબારીકા રાઉન્ડ નીચેના પથ્થર મારા રેવન્યુ વિસ્તારમા જાળીમાંથી મૃતદેહ મળતા સ્થાનિક માલધારીએ વન વિભાગને જાણ કરી

ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જમા સિંહનો કોહવાયલો મૃતદેહ મળી આવ્યો છે. રબારીકા રાઉન્ડ નીચેના પથ્થર મારા રેવન્યુ વિસ્તારમા જાળીમાંથી મૃતદેહ મળ્યો. સ્થાનિક માલધારીએ વનવિભાગને જાણ કરી ત્યારે વન વિભાગને સિંહના મોતની જાણકારી મળી હતી 

  અગાઉ દલખાણીયા રેંજમા એક સિંહબાળના મૃતદેહ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા બે માસમાં 6 અલગ અલગ રેન્જમા સિંહોના મોત થયા. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ અને ગીર પશ્ચિમમા 12થી વધુ સિહોના બીમારીથી મોત થયા હતા. બીમારીથી થયેલા સિહોના મોતના બે મહિના કરતા વધુ સમય થયો છતા હજુ સરકાર દ્વારા રિપોર્ટ જાહેર નથી કર્યો.

(5:13 PM IST)