<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

પત્નીએ રોટલા બનાવવાની ના પાડતા પતિએ ધોકા-ચાકુ વડે માર મારી પત્નીની હત્યા કરી : કચ્છના મોટા ધાવડા ગામે હૃદયને કંપાવતો કિસ્સો

નખત્રાણા તાલુકાના વાડી વિસ્તારમાં શ્રમજીવી દંપતી વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત : પતિ જેન્તીલાલ મીઠુ કોળીએ પત્ની નબુબેનને રોટલા ન બનાવતા ઉશ્કેરાઈને મોતને ઘાટ ઉતારી : 35 વર્ષીય નબૂબેનના મોતથી અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : મેટ્રો સીટી હોય કે નાના મોટા શહેર અને ગામ હોય આજે યુવા દંપતીઓ વચ્ચે સહનશીલતા ઘટતા આપસી ઝઘડાઓનો લોહિયાળ અંત આવે છે. કચ્છના નખત્રાણા તાલુકાના મોટા ધાવડા ગામે ખેતમજૂરી કરતા શ્રમજીવી દંપતી વચ્ચે રોટલા બનાવવા માટે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીનો જીવ લઈ લીધો હતો.

 

આ અરેરાટીભર્યો બનાવ વાડી વિસ્તારમાં બન્યો હતો. પતિ જેન્તીલાલ મીઠુ કોળીએ પત્ની નબુબેનને રોટલા બનાવવાનું કહ્યું હતું. પરંતુ પત્ની નબૂબેને રોટલા બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ ધોકા અને ચાકુ વડે પત્ની ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

 

35 વર્ષીય પત્ની નબૂબેનના મોતના બનાવે લોકોમાં અરેરાટી સર્જી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:26 AM IST)