તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
કરાટેમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડમેડલ મેળવી જામનગરનું ગૌરવ વધારતી માયરા મશીહ
માત્ર સાત વર્ષનું ઉંમરે રાજ્યકક્ષાએ અનેરી સિદ્ધિ મેળવનારી માયરા ને અભિનંદનની વર્ષા

જામનગર: ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયશીપ ૨૦૨૬, સબ જુનીયર, કેડેટ અને જુનીયર કરાટેની સ્પર્ધાનું આયોજન કરાટે ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરાતા ૧૬૦૦ ખેલાડીએ ભાગ લીધો હતો, જામનગર લાયન્સ કરાટે કલબની ખેલાડી માયરા જેમ્સ મસીહ અંડર ૦૭ , વજન કેટેગરી ૨૦, કાતા અને ફાઈટની સ્પર્ધા ભાગ લીધો હતો અને કાતામા ૧ નંબર ગોલ્ડ મેડલ અને ફાઈટમા ૧ નંબર સાથે ગોલ્ડમેડલ મેળવી સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું હતું, તે હવે કરાટેની નેશનલ ટૂર્નામેન્ટમાં દહેરાદૂન ખાતે ભાગ લઈ ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરનાર છે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
